જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા માં 28 પ્રવાસીઓના મોતને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આંતકી હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિંદુ પ્રવાસીઓની ગોળી મારી આંતકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરનો હિંદુ સમાજ હચમચી ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર કલેકટર કચેરીએ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર અપાયુ હતું. જેમાં હુમલો કરનારા આતંકીઓને ઝડપી લઈ ફાંસી આપવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે હિન્દુત્વવાદી સરકારને ડુંગળી બટાકા માટે નહીં પણ આંતકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ખોબલે ખોબલે વોટ આપ્યા હોવાનું જણાવી તાકીદે આતંકીઓ સામે કઠોર પગલાં ભરવાની માંગ કરાઈ હતી.

