અંબાજી ખાતે જય જલિયાણ સેવા કેમ્પનો આરંભ : 250 સ્વયંસેવકો પદયાત્રીકોની સેવા કરશે

અંબાજી ખાતે જય જલિયાણ સેવા કેમ્પનો આરંભ : 250 સ્વયંસેવકો પદયાત્રીકોની સેવા કરશે

24 કલાક પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સામિયાણામાં આરામની વ્યવસ્થા અને મેડિકલની ઉત્તમ સુવિધા

શ્રદ્ધા તમારી સેવા અમારીના મંત્ર સાથે અંબાજી મહા મેળાના સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા જય જલિયાણ સેવા કેમ્પ રતનપુર દાંતા ખાતે શરૂ કરાયો છે, જેમાં દરરોજના હજારો પદયાત્રીકો સેવાનો લાભ લઇ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે હાલમાં 250 જેટલા સ્વયંસેવકો પદયાત્રીકોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ગરમાગરમ શુદ્ધ ઘીની બુંદી અને ઘી સાથે ખીચડી કઢીના સ્વાદ માટે દાંતા રતનપુર ખાતે આવેલ જય જલિયાણ સેવા કેમ્પ જાણીતો છે. જેમાં એક કલાકમાં એક સાથે છ કાઉન્ટર શરૂ કરી 3000 થી વધુ લોકોને ભોજન પીરસવામાં આવે છે. 24 કલાક કાર્યરત આ કેમ્પમાં દરરોજ 50 હજારથી વધુ માઇભક્તો આવે તો પણ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

છેલ્લા 18 વર્ષથી દાંતા રતનપુર ખાતે 45 હજાર ફૂટ વિશાળ સામિયાણામાં સેવાભાવી સ્વયંસેવકો દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સવારથી જ રસોડું શરૂ કરી દેવામાં આવે છે સવારથી મોડી રાત સુધી ભોજન પીરસવામાં આવે છે. સાથે સાથે ઠંડી છાશ મિનરલ પાણીની વ્યવસ્થા આરામની સુવિધા અને પદયાત્રીકોનો થાક ઉતારવા માટે રાસ-ગરબાનુ મનોરંજનુ મનોરંજન પૂરું પાડવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલનારા કેમ્પમાં ભાવિકો સેવાનો લાભ લે છે ચાલુ વર્ષે સવારે લાઈવ ઢોકળા અને ચા તેમજ સાંજે દાબેલી અને ચાની અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રથી પ્રેરણા

જ્યા અન્નનો ટુકડો ત્યાં હારી ટુકડોની જ્યોત જલાવનારા વીરપુરના જલારામ બાપાની પ્રેરણાથી આજથી 18 વર્ષ પહેલા સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને ભોજન મળી રહે તે પાસેથી સેવા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 18 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે જય જલિયાણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટીના કરિયાણા દ્વારા ભોજનન બનાવવામાં આવે છે. કેમ્પમાંથી અત્યાર સુધી કોઈ વ્યક્તિ ભૂખ્યો પરત ફર્યો નથી.

“યાત્રાધામ વિરપુરમાં જેવું મેનુ કેમ્પમાં પીરસાય છે”

જય જલિયાણ સેવા કેમ્પમાં વીરપુર જલારામ બાપાની જગ્યા જેવું જ ભોજન પીરસવામાં આવે છે. સવારે શુદ્ધ ઘીની બુંદી-ગાંઠીયા,બટાકાનું શાક, ગરમા ગરમ રોટલી અને દાળ-ભાત તેમજ સાંજે ખીચડી કઢી ભાખરી અને બુંદી-ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવે છે. તેવું સેવાભાવી માઈભક્ત હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું. જય જલિયાણ સેવા કેમ્પમાં ભોજનની ક્વોલિટી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે અહીં રસોડા તેમજ કેમ્પની સ્વચ્છતા અવારનવાર થતી જોવા મળે છે. ગતવર્ષે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા કેમ્પને સ્વચ્છતાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે માય ભક્તો શાંતિ પૂર્વક ભોજન ગ્રહણ કરે તે માટે મુંબઈથી ટ્રેનિંગ પ્રાપ્ત બોલાવાય છે તેમજ તેમજ ભોજનનો ટેસ્ટ મેન્ટેન રહે તે માટે જોધપુરથી રસોયાની ટીમ બોલાવવામાં આવે છે. આ વર્ષે ફાયર સેફ્ટીને પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. ફાયરના સાધનો મૂકી કેમ્પની સુરક્ષામાં વધારો કરાયો છે.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *