તા-૦૨/૧૧/૨૦૨૪ ના રોજ રાતના આઠ-સાડા આઠેક વાગ્યાના સુમારે શ્રવણરામ નિમ્બારામ જાતે ગોદારા (જાટ) રહે. ગોદારા વાસ, નારવા કલા, ખિમસર, જિ-નાગોર, રાજસ્થાનવાળા ઉ.વ. ૨૩ જેઓ થરાના ચાંગા ખાતે જયંતીભાઇ પટેલને ત્યાં રસોઇનું કામ કરતા હતા. થરાથી રાજસ્થાન ધરે જવા નીકળ્યા હતા.તે દરમિયાન શ્રવણરામને મુડેઠા ટોલનાકાથી આગળ ખિમાણા બાજુ હાઈવે રોડની સાઈડમાં કોઈ અજાણ્યા ઇસમો કપાળના ભાગે લોખંડનુ પકડ મારી ગંભીર ઇજા પહોચાડેલ અને રોડની સાઇટમાં જ્યાં તેઓ બેભાન અવસ્થામાં પડ્યા હતા જેની ભીલડી પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી તેઓને પાલનપુર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા જેઓને વધુ સારવાર માટે જોધપુર, રાજસ્થાન લઇ ગયા હતા. સારવાર દરમિયાન જેમનું મૃત્યુ થયું હતુ.
અને શરીરે જોતા તેના કપાળના ભાગે લોખંડનું પકડ મારી મોત નિપજાયું હતુ અને ચહેરાના ભાગે સુકાઈ ગયેલા લોહીના ડાઘાઓ જણાતા હતા અને હોઠના ભાગે પણ ઈજા થયેલાનું જણાતું હતું. અને માથાના ભાગે કપાળમાં લોખંડ નુ પકડ મારેલ અને બે-ભાન અવસ્થામાં હતા જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. પેન્ટ ના ખિસ્સામાંથી રોકડા રૂપિયા-૩૪૩૦૦/-તથા મોબાઈલ મળી આવેલ. જેમાં હત્યા નું કારણ અકબંધ છે. જેમાં હત્યાનો ગુનો નોધી ભીલડી પોલીસ તપાસનો ધમધમો શરૂ કર્યો હતો. જેની વધુ તપાસ ભીલડી પી.આઇ. ડી.બી.પટેલ ચલાવી રહ્યા છે.