કારના બદલામાં આપેલ રૂ.1.90 લાખનો ચેક રિટર્ન થતા કોર્ટે કેસ દાખલ થયો હતો
આરોપીએ કારના નાણાં ન ચૂકવતાં ગાડી હડપ કરાઇ હોવાનો ગુનો પણ નોંધાયો છે: પાલનપુર તાલુકાના કાણોદર ગામના એક ઈસમે પાલનપુરના એક વ્યક્તિ પાસેથી કારની ખરીદી કરી હતી. તે પેટે આપેલ ચેક બેંક બેલેન્સ ના અભાવે પરત ફરતા અને ગાડી પરત ન કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યા કોર્ટે આરીઓને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ એક મહિનામાં પરત કરવાનો હુકમ કર્યો છે.
પાલનપુરમાં અમદાવાદ હાઇવે પર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા જીવાભાઈ પરસોત્તમભાઇ પ્રજાપતિ પાસેથી વર્ષ 2022 માં કાણોદર ગામે હાઇવે પર આવેલ મન્સૂરી સોસાયટીમાં રહેતા અજ્જુહુસેન મુનીરહુસેન કુરેશી નામના ઈસમે ગાડી વેચાણથી લીધી હતી અને તે પેટે રુ.1.90 લાખનો ચેક આપ્યો હતો જોકે આરોપી અવાર નવાર જુદા જુદા બહાના બતાવી ચેક બેંકમાં નાખવા ન દેતા તેમજ ગાડી પકડાવીને ફસાવી દેવાની ધમકી આપતા જીવાભાઈ પ્રજાપતિએ ચેક બેંકમાં જમા કરાવતા તે અપૂરતા બેલેન્સને લઇ પરત ફરતા આરોપી અજ્જુહુસેન કુરેશી વિરૂદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો.જેમાં ફરિયાદીના વકીલ પી.એમ. સોનીની ધારદાર રજૂઆતો અને આધાર પુરાવાને ધ્યાને રાખી પાલનપુરના બીજા એડિ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટેટ અંજુ વિજયસિંહ ચોધરીએ આરોપીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષ કેદ અને એક માસમાં રૂ.1.90 લાખ ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો.