છાપી નજીક પાર્ક કરેલ કારમાં પડેલ બેગની ઉઠાંતરી કરી ઇસમ ફરાર

છાપી નજીક પાર્ક કરેલ કારમાં પડેલ બેગની ઉઠાંતરી કરી ઇસમ ફરાર

બેગમાં પંદર લગ્નની ફોટોગ્રાફી ના ડેટાની હાર્ડડીસ્ક સહિતનો રૂ. ૫૧ હજારનો મુદ્દામાલ હતો: વડગામ તાલુકાના છાપી નજીક આવેલ માહીના પિકઅપ સ્ટેન્ડ ઉપર ગત તારીખ ૨૨ જાન્યુઆરી સવારે પાર્ક કરેલ કારમાં લગ્નના ફોટોગ્રાફી ની હાર્ડડીસ્ક મુકેલ બેગની કોઈ અજાણ્યા ઇસમ દ્રારા ચોરી જતા ઉત્તરાખંડ ના ઇસમે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરાખંડની બીએસબી પ્રોડકયુશન્સ પ્રા.લી. કંપનીમાં કામ કરતા સોરવ હરસિંગ સામંત રહે.ઉત્તરાખંડ ગત તારીખ ૨૨ જાન્યુઆરી એ રાત્રે લગ્નનું શૂટિંગ કરી રાજસ્થાન ના બિકાનેર થી કારમાં અમદાવાદ જવા નીકળ્યા હતા.દરમિયાન છાપી નજીક શિવશક્તિ હોટલ પાસે આવેલ પિકઅપ બસસ્ટેન્ડ પાસે કાર રોકી કારમાં મિત્રો સાથે આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે કોઈ અજાણ્યા ઇસમે કારનો લોક ખોલી કારના ડેસ્ક બોર્ડ ઉપર પડેલ સોની કંપની ની બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બેગમાં અલગ અલગ પંદર જેટલા નવપરણિત યુગલોના ફોટોગ્રાફી કરેલ ડેટાની હાર્ડડીસ્ક તેમજ એસએસડી જેવા ઇલેક્ટ્રિક સામાન મળી કુલ એકાવન હજારના મુદ્દામાલની ચોરી થતા કાર માલિકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. જોકે પંદર જેટલા નવપરણિત યુગલોના લગ્નની ફોટોગ્રાફીના ડેટા ચોરી થતા નવયુગલો લગ્નની રોમાંચક યાદો થી વંચિત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *