વિકાસની હરણફાળ ભરતા મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે ભેળસેળ અને ગેરરિતી આચરવાના કિસ્સાઓ સામાન્ય બની ગયાં છે. જિલ્લાના અનેક શહેરો એવા છે કે જે માત્ર ને માત્ર ભેળસેળ અને ગેરરિતી આચરવા માટે જ ખ્યાતનામ બનેલા શહેરો છે. તમામ પ્રકારની ભેળસેળ અને ગેરરીતિઓની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં મહેસાણા જિલ્લાના પાંચ પેટ્રોલ પંપમાં ગેરરીતિ આચરવાનો મુદ્દો ચર્ચાએ ચડ્યો છે.
નાગરિક અને પુરવઠા વિભાગની તપાસમાં 5 પેટ્રોલપંપ ઉપર ગેરરીતિના કિસ્સા સામે આવ્યા છે ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં 5 પેટ્રોલપંપમાં ગેરીરીતિ પકડાઈ હોવાનું નાહરિક અને પુરવઠા વિભાગની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. ગત એક વર્ષમાં મહેસાણા જિલ્લાના કુલ 194 પેટ્રોલપંપ ઉપર તપાસ કરવામાં આવી હતી જેમાંથી કુલ પાંચ પેટ્રોલપંપ માંથી ગેરરીતિ આચરતા હોવાનું સામે આવતા જિલ્લાના અન્ય પેટ્રોલપંપ માલિકોમાં સન્નાટો છવાઈ ગયો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન નાગરિક અને પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ખેરાલુમાં-1,વડનગરમાં-1 કડીમાં-2 અને વિજાપુરના-1 પંપ પરથી ગેરરીતિ પકડાઈ છે. એમ કુલ 194 પેટ્રોલપંપ માંથી જિલ્લાભરના 5 પેટ્રોલપંપ પરથી હેરરીટી આચરાતી હોવાની વિગતો બહાર આવી છે.