ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. તાજેતરમાં ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈરાને પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન, ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કર્યો હતો. તેમણે પીએમ મોદીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
ઇઝરાયલી પીએમના કાર્યાલય દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ જર્મન ચાન્સેલર, ભારતીય પીએમ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સહિત વિશ્વના નેતાઓ સાથે વાત કરી છે. તેઓ યુએસ પ્રમુખ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને બ્રિટિશ વડાપ્રધાન સાથે પણ વાત કરશે.
The leaders showed understanding for Israel's defense needs in the face of the Iranian threat of annihilation; the Prime Minister said that he would continue to be in contact with them in the coming days.
— Prime Minister of Israel (@IsraeliPM) June 13, 2025
ઈરાનના વિનાશના ભયનો સામનો કરવા માટે નેતાઓએ ઈઝરાયલની સંરક્ષણ જરૂરિયાતો પ્રત્યેની તેમની સમજ વ્યક્ત કરી. વડા પ્રધાને કહ્યું કે તેઓ આગામી દિવસોમાં તેમની સાથે સંપર્કમાં રહેશે,” ઇઝરાયલી પીએમના કાર્યાલયની પોસ્ટમાં વધુમાં જણાવાયું છે
પીએમ મોદીએ પણ પોસ્ટ કરી; પીએમ મોદીએ એક પોસ્ટમાં નેતન્યાહૂ સાથે વાત કરવાની પણ માહિતી આપી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મને ફોન કર્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.