આઈ.પી.એસ અધિકારી નું પ્રથમ પોસ્ટિંગ પર જતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ

આઈ.પી.એસ અધિકારી નું પ્રથમ પોસ્ટિંગ પર જતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ

કર્ણાટકના હાસન જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. એક આઈ.પી.એસ અધિકારી હાસન જિલ્લામાં તેની પ્રથમ પોસ્ટિંગ પર જતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે હર્ષ બર્ધન જે 26 વર્ષનો હતો. તેમની પસંદગી કર્ણાટક કેડરના 2023 બેચના આઈ.પી.એસ અધિકારી તરીકે કરવામાં આવી હતી. તે મધ્યપ્રદેશનો રહેવાસી હતો.

પોલીસે જણાવ્યું કે આઈપીએસ અધિકારીએ તાજેતરમાં જ એક મહિના પહેલા મૈસુરની કર્ણાટક પોલીસ એકેડમીમાં તેની આઈપીએસની તાલીમ પૂર્ણ કરી હતી. આ તેની પ્રથમ નોકરી હતી. તેણે UPSC પરીક્ષામાં 153મો રેન્ક મેળવ્યો હતો. પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી.

Related Articles