આઈપીએલ 2025 સીઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે કે.કે.આર ના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં બંને ટીમો નવા કેપ્ટનોના નેતૃત્વમાં રમવા જઈ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કે.કે.આર આ સિઝનમાં અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં રમતા જોવા મળશે. જો આપણે આર.સી.બી ની વાત કરીએ, તો રજત પાટીદાર તેમની ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. આવી સ્થિતિમાં, આ પહેલી મેચમાં કઈ ટીમનો હાથ ઉપર રહેશે, તેના પર બધા ચાહકોની નજર રહેશે.
જો આપણે કે.કે.આર અને આર.સી.બી વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો; બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 34 મેચ રમાઈ છે, જેમાંથી કે.કે.આર એ 20 મેચ જીતી છે, જ્યારે આર.સી.બી એ 14 મેચ જીતી છે. જો આપણે બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચના પરિણામોની વાત કરીએ તો, કે.કે.આર એ 4 મેચ જીતી છે, જ્યારે આર.સી.બી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે.

