આરસીબી ટીમે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવીને પ્લેઓફ તરફ આગળ વધ્યું છે. આ સાથે પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. હવે આઈપીએલ 2025 ના પ્લેઓફની રેસમાં 6 ટીમો સામેલ છે, જેમાંથી ત્રણ ટીમોના 12-12 પોઈન્ટ છે. આ હાર સાથે, રાજસ્થાન રોયલ્સની પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે.
Onwards and Upwards! 📈
1️⃣ game and ✌️points at a time! 😉#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/dqveRMjnkN
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 25, 2025
ગુજરાત ટાઇટન્સ ટીમ નંબર વન; ગુજરાત ટાઇટન્સ ટીમ આઈપીએલ 2025 ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે અને માત્ર 2 મેચ હારી છે. તેનો નેટ રન રેટ પ્લસ ૧.૧૦૪ છે. તેના હાલ ૧૨ પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 6 મેચ જીતી છે અને 0.657 ના નેટ રન રેટ સાથે 12 પોઈન્ટ ધરાવે છે. આરસીબી ટીમ ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે. અને 6 જીતી છે. 12 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ વત્તા 0.482 છે.
દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને આરસીબી, ત્રણેય ટીમોના ૧૨-૧૨ પોઈન્ટ છે અને પ્લેઓફમાં તેમનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે, કારણ કે દિલ્હી અને ગુજરાત બંને પાસે ૬-૬ મેચ બાકી છે, જેમાંથી તેમને પ્લેઓફ ટિકિટ કન્ફર્મ કરવા માટે ફક્ત ત્રણ મેચ જીતવાની રહેશે. બીજી તરફ, આરસીબી પાસે પાંચ મેચ બાકી છે, જેમાંથી ત્રણ જીતી જાય તો તે પોતાનું કામ પૂર્ણ કરી શકે છે. આ ટીમોના બોલરો અને બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.