દરેક જીલ્લામાં ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
રાજ્યને કેન્દ્રમાંથી યુરીયા ખાતરનો વધારા નો જથ્થો મળતા અછત દૂર થશે; ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતર ની અછત સર્જાતા મુશ્કેલીઓ મુકાઈ જવા પામ્યા છે અને યુરીયા ખાતર લેવા માટે ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્રો પર વહેલી સવાર થી લાંબી લાઈનો લાગી જતી હતી તેમ છતાં ખાતર મળતું ન હતું. જેને લઇ રાજ્ય સરકારને ખેડૂતો દ્વારા રજૂઆતો કરતા ખાતર વિતરણ કેન્દ્રો ઉપર તપાસ નો દોર શરુ થયો છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યને વધારાનો યુરિયાનો જથ્થો પણ મોકલાયો છે જેના કારણે આગામી સમયમાં યુરિયા ખાતર ની અછત દૂર થવાની પણ ખેડૂતોને આશા જાગી છે.
ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્વના પગલાં ભર્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 80,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીના આદેશથી કૃષિ વિભાગ દ્વારા ખાતરના વિતરણમાં થતી ગેરરીતિઓ, કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવા માટે રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ખાતરના વિતરણમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને 80,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો મળ્યો છે, જેમાંથી છેલ્લા અઠવાડિયામાં 34,317 મેટ્રિક ટન ખાતર રાજ્યમાં પહોંચી પણ ગયું છે. આ સાથે, કૃષિ વિભાગે મુખ્યમંત્રીના આદેશથી એક ખાસ અભિયાન હાથ ધર્યું છે, જેમાં 64 ટીમો અને 3 અધિક કલેક્ટરો દ્વારા રાજ્યના 18 જિલ્લાઓમાં ખાતરના વિતરણની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે જ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી છે, અને 4 ડીલરોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પગલાંનો હેતુ ખેડૂતોને યોગ્ય ભાવે અને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તે સુનિશ્ચિત કરી શકાશે.
ખાતર વિતરણ કેન્દ્રો ઉપર 64 ટીમો દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે; મુખ્યમંત્રીના નિર્દેશો બાદ, કૃષિ વિભાગે ખાતરના ગેરવ્યાજબી ઔદ્યોગિક ઉપયોગ, કાળા બજાર, સંગ્રહખોરી અને કૃત્રિમ અછત જેવા મુદ્દાઓ પર અંકુશ લાવવા માટે એક વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, 3 અધિક કલેક્ટરોને 6-6 જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, અને 64 ટીમોને આ કામગીરીમાં સામેલ કરવામાં આવી છે.

