ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આજે ડીસા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. તપાસ ટીમે ડીસા સર્કિટ હાઉસમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી. બેઠકમાં બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. SIT ટીમ આગામી દિવસોમાં ઘટનાસ્થળની મુલાકાત લેશે. તેમજ સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડીસા જીઆઈડીસી ની ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટ થતા 21 શ્રમીકોના મોત મામલે ન્યાયિક તપાસ થાય તેમજ તમામ દોશીતો સામે કાર્યવાહી થાય તેવા હેતુ સર ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નવીન તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં
(1) ભાવિન પંડયા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ
(2) વિશાલકુમાર વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક
(3) એચ.પી.સંઘવી ડાયરેકટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર
(4) જે.એ.ગાંધી, ચીફ એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગ