પાટણના સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલે તપાસ નો ધમધમાટ શરૂ

પાટણના સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલે તપાસ નો ધમધમાટ શરૂ

નેશનલ હાઈવે ઓથોરિટી ના મેમ્બર સહિત પાટણ જિલ્લા કલેકટરે સ્થળ નિરિક્ષણ કયુઁ

પાટણ જિલ્લા સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલાને પાટણ જિલ્લા કલેકટર સહિતની ટીમ દ્રારા ધટના સ્થળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારત માલા હાઈવેની ગુણવંત મામલે ઉઠેલા સવાલો ને ઘ્યાન મા રાખી ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ થી સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઈ હોવાનુંજાણવા મળ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામન અને પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની સંયુક્ત ટીમ દ્રારા તપાસ દરમ્યાનરોડના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલની ગુણવત્તામાં ક્ષતિ માલૂમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ તપાસ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામનેરોડનું કામ કરનાર કોન્ટ્રાકટર ને નોટિસ ફટકારાઈ હોવાનું જણાવી નવીન મશીનરી અને મેન પાવર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ હાથ ધરાયુ છે. અને સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધા જનક પરિવહનની ખાતરી નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામને આપી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તાત્કાલિક ધોરણે આ રોડ વાહન ચાલકો માટે રીપેર કરવા માટે વધુ ટીમો કાર્યરત કરાઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *