મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરવાસીઓને ઉત્તમ માર્ગ સુવિધા પ્રદાન કરવાના હેતુથી શહેરના માર્ગ સુવિધા વિકાસને વધુ ગતિ આપવા વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે તથા મહાનગર પાલિકાના એન્જિનિયરિંગ સ્ટાફ દ્વારા ઈસ્ટ ઝોનના તળેટી ગામથી હાઇવે માર્ગ સુધી તથા ચોકની લીંબડીથી કસ્બા વિસ્તાર સુધી ચાલી રહેલી રોડ મરામત કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ રોડ બાંધકામની પ્રગતિ, કામની ગુણવત્તા તેમજ તકનીકી માપદંડોની વિગતવાર ચકાસણી કરી હતી. વધુમાં, સમગ્ર કામગીરીનું થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા વેરીફિકેશન પણ કરવામાં આવ્યું હતું, જેથી માર્ગોની ગુણવત્તા અને ટકાઉપણું સુનિશ્ચિત થઈ શકે.

