પાલનપુર-ડીસા હાઇવે પર જોડનાપુરા પુલ પાસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપાઇ હતી. એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇનોવા સાથે કુલ રૂ.5.62 લાખનો મુદ્દામાલ સાથે 2 ઇસમોને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.આજરોજ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એલ.સી.બી.ના એ.એસ.આઇ. રાજેશ કુમાર હરીભાઇને મળેલ બાતમીના આધારે ડીસા-પાલનપુર હાઇવે ઉપર જોડનાપુરાના પાટીયા પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન, ઇનોવા કાર નં.GJ-05-CH- 4300 માંથી ભારતીય બનાવટના વિદેશી મળી આવ્યો હતો. ઇનોવા સહિત દારૂની બોટલો નં.-૧૩૫ કીમત રૂ.૨,૫૨,૦૯૬ મળી કુલ રૂ.૫,૬૨,૦૯૬ નો મુદ્દામાલ રીકવર કરી ઇનોવા કારના ચાલક સુભાષ વિષ્ણુદેવ રહે.ગુડા તા.લુણી જી.જોધપરુ (રાજસ્થાન) તથા સાથેના ઇસમ સુરજભાઈ બાબુલાલ રહે.સોજત તા.સોજત જી.પાલી (રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે.

- April 24, 2025
0
187
Less than a minute
You can share this post!
editor