જીએસટી રાહત મળ્યા બાદ લોકો મોંઘવારીનો ભોગ બન્યા : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂા.૧૫.૫૦નો વધારો કર્યો
દશેરાના એક દિવસ પહેલા, લોકો મોંઘવારીનો ભોગ બન્યા છે. આજથી ૧૯ કિલોગ્રામનું કોમર્શિયલ LPG સિલિન્ડર વધુ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂ.૧૫.૫૦નો વધારો કર્યો છે. આ સાથે, દિલ્હીમાં તેની કિંમત હવે રૂા.૧૫૯૫.૫૦ થઈ ગઈ છે. આ નાણાકીય વર્ષમાં આ પહેલો ભાવ વધારો છે. આ પહેલા, તે સતત છ મહિના સુધી ઘટાડવામાં આવ્યો હતો. જોકે, ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત યથાવત રહી છે. દિલ્હીમાં તેની કિંમત રૂા.૮૫૩ પર યથાવત છે. છેલ્લે ૮ એપ્રિલે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
વાદળી સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં રૂા.૧૭૦૦.૫૦, મુંબઈમાં રૂા.૧૫૪૭ અને ચેન્નાઈમાં રૂા.૧૭૫૪.૫૦ થઈ ગઈ છે. અગાઉ, દિલ્હીમાં તેની કિંમત રૂ.૧૫૮૦ હતી. તે કોલકાતામાં રૂા.૧૬૮૪, મુંબઈમાં રૂા.૧૫૩૧.૫૦ અને ચેન્નાઈમાં રૂા.૧૭૩૮માં ઉપલબ્ધ હતી. ૧૯ કિલોગ્રામનું સિલિન્ડર હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાય છે, અને તેથી તેને હલવાઈ સિલિન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કિંમતમાં આ વધારાથી બહાર ખાવાનું મોંઘુ થઈ શકે છે

