બનાસકાંઠા સરહદ પર બીએસએફ એ એક ઘુસણખોરને ઠાર માર્યો છે. જ્યાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે બીજી તરફ કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી હતી. જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, બીએસએફ એ બનાસકાંઠામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ૨૩ મે ૨૦૨૫ ના રોજ રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફ જવાનોએ સફળતા પૂર્વક ઠાર માર્યો હતો. બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી, પણ તે આગળ વધતો રહ્યો. પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો, જેમાં ઘુસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો.
કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી; ગુજરાતના કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ATS દ્વારા કરવામાં આવી છે. યુવકનું નામ સહદેવ ગોહિલ છે. તેના પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે.