સુરત બીજુ : નવી મુંબઇ ત્રીજા નંબરે
દેશના સૌથી સ્વચ્છ શહેરની વાત કરવામાં આવે તો મગજમાં એક જ નામ આવે છે. જેનું નામ છે, ઇન્દોર. ઇન્દોરને એક વાર ફરી દેશના સૌથી સ્વચ્છ શહેર પુરસ્કાર મળ્યો છે. આજે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ના પરિણામોનો જાહેર કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરને સતત આઠમી વાર ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું. સુપર સ્વચ્છ લીગમાં ઇન્દોરને સૌથી વધુ અંક પ્રાપ્ત થયા. તેમજ બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે ઇન્દોરને સર્વોચ્ચ સમ્માન આપવામાં આવ્યું. આ અંગે શહેરમાં ખુશીની લાગણી જોવા મળી છે દેશની સૌથી સ્વચ્છ રાજધાની ભોપાલ છે. ૩ થી ૧૦ લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં, નોઇડા પ્રથમ, ચંદીગઢ, બીજા અને મૈસુર ત્રીજા ક્રમે છે. ૫૦ હજારથી ૩ લાખની વસતી ધરાવતા શહેરોની વાત કરીએ તો, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ટોચ પર છે.
તે જ સમયે, ઇન્દોરે ફરી એકવાર દેશમાં સ્વચ્છતાનો ધ્વજ લહેરાવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ ના પરિણામો આજે દિલ્હીમાં જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૭ વર્ષથી સતત સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરને પસંદ કરવામાં આવ્યું છે. તે આઠમી વખત નંબર વન બન્યું છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ત્યાંના સફાઈ કર્મચારીઓએ આ માટે સખત મહેનત કરી છે. આ સાથે, સામાન્ય લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગળતિ પણ આવી છે.
સરકારના મતે, ‘સ્વચ્છ સર્વે’ મિશનનો ઉદ્દેશ્ય મોટા પાયે નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે, સમાજના તમામ વર્ગોમાં જાગળતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેઓ નગરો અને શહેરોને રહેવા માટે વધુ સારા સ્થળો બનાવવા માટે સાથે મળીને કામ કરી શકે. નવમા વર્ષમાં પ્રવેશતા, સ્વચ્છ સર્વેએ સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને સેવા વિતરણનું મૂલ્યાંકન કર્યું. તેમાં ૧૦ પરિમાણો અને ૫૪ સૂચકાંકોનો ઉપયોગ કરીને ૪,૫૦૦ થી વધુ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. ઇન્દોર હવે અન્ય શહેરો માટે સ્વચ્છતાનું મોડેલ બની ગયું છે. આ શહેર હવે અન્ય લોકોને સ્વચ્છતાનો પાઠ શીખવશે. સુપર લીગમાં સમાવિષ્ટ ૨૩ શહેરોમાં ઇન્દોરના પણ સૌથી વધુ માર્ક્સ છે. ઇન્દોર મ્યુનિસિપલ કમિશનર શિવમ વર્માના નેતળત્વમાં દિલ્હીમાં છે. મેયર પુષ્યમિત્ર ભાર્ગવ પણ ત્યાં પહોંચ્યા છે.
ઇન્દોર ૨૦૧૭ થી સતત પ્રથમ આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્દોરની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અન્ય શહેરો કંઈક કરવાનું વિચારે છે, ત્યારે ઇન્દોરે તે કામ કરી ચૂકયું છે. સ્વચ્છતા અંગે આ બિલકુલ સાચું સાબિત થયું છે. ઇન્દોરના જનભાગીદારી મોડેલની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. નવીનતાઓની શ્રેણી, પરસ્પર સંકલન અને કંઈક નવું કરવાનો જુસ્સો ઇન્દોરને અન્ય શહેરો કરતા આગળ રાખે છે.
સ્વચ્છ શહેર-સ્વચ્છ શહેર (૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર)
૧. અમદાવાદ
૨. ભોપાલ
૩. લખનૌ
સ્વચ્છ શહેર પુરસ્કાર (૩ થી ૧૦ લાખ વસ્તી ધરાવતા શહેર)
૧.મીરા ભાયંદર
૨. બિલાસપુર
૩. જમશેદપુર
સ્વચ્છ શહેર પુરસ્કારો (૫૦ હજારથી ૩ લાખ ધરાવતા શહેર)
૧. દેવાસ
૨. કરહડ
૩. કર્નાલ

