ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ શનિવારે કહ્યું કે ભારતીય ન્યાયિક પ્રણાલી અનોખા પડકારોનો સામનો કરી રહી છે અને તેમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ આજે હૈદરાબાદમાં NALSAR યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો. આ દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ વિદેશ જઈને શિષ્યવળત્તિ પર અભ્યાસ કરે અને આ બોજ તેમના પરિવારો પર ન નાખે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં સુધારાની સખત જરૂર છે.
સીજેઆઈ ગવઈએ કહ્યું, ‘આપણો દેશ અને ન્યાયિક વ્યવસ્થા અનોખા પડકારોનો સામનો કરી રહી છે.‘ કયારેક ટ્રાયલ દાયકાઓ સુધી વિલંબિત થાય છે. આપણે ઘણા કિસ્સા જોયા છે જ્યાં કોઈ વ્યક્તિ વર્ષો સુધી જેલમાં રહ્યા પછી નિર્દોષ સાબિત થયો હોય. આપણી શ્રેષ્ઠ પ્રતિભાઓ આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેને ઉકેલવામાં મદદ કરી શકે છે.

