ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે, જેની પહેલી મેચમાં ભારતીય ટીમે ચાર વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ODI વિકેટ લેનાર ભારતીય બોલર છે.
રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી વધુ ODI વિકેટ લેવાની બાબતમાં નંબર વન પર છે. અત્યાર સુધીમાં તેણે 27 ODI મેચોમાં કુલ 42 વિકેટ લીધી છે. જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 28 રનમાં ચાર વિકેટ લેવાનું રહ્યું છે.
હરભજન સિંહ ઇંગ્લેન્ડ સામે વનડેમાં ભારત માટે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અત્યાર સુધીમાં, તેણે ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડ સામે 23 વનડે મેચમાં કુલ 36 વિકેટ લીધી છે.