યુદ્ધ અભ્યાસમાં તોપખાના, ઉડ્ડયન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓનો સંકલિત ઉપયોગ સામેલ
ટેરિફ પરના તણાવ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત, મલબાર નૌકાદળ અભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બધા ક્વાડ દેશો ભાગ લેશે. બંને દેશો વચ્ચે ૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં લશ્કરી અભ્યાસ યોજાઈ રહ્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી.સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મદ્રાસ રેજિમેન્ટના સૈનિકો ભારત તરફથી આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. યુદ્ધ અભ્યાસમાં તોપખાના, ઉડ્ડયન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓનો સંકલિત ઉપયોગ શામેલ છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે દાયકામાં અમેરિકા સાથે સંરક્ષણ સંબંધો મજબૂત થવાને કારણે આ અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ પર કોઈ અસર પડી નથી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના વિશ્વાસને મોટો ફટકો પડ્યો છે. જોકે, ૯૯ GE-F4040 ટર્બોફેન એન્જિન અને ઼૭૧૬ મિલિયનના તેજસ માર્ક-૧એ ફાઇટરની ડિલિવરી હવે બે વર્ષના વિલંબ સાથે શક્ય બની છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે ૧ અબજ ડોલરના ૧૧૩ વધુ GE એન્જિનનો સોદો થવા જઈ રહ્યો છે. ગયા વર્ષે ભારતે અમેરિકા સાથે ૩૧ સશષા MQ-9B પ્રિડેટર, હાઇ એલ્ટિટ્યુડ, લોંગ એન્ડ્યુરન્સ ડ્રોન માટે પણ સોદો કર્યો હતો. અમેરિકા સાથે આ સોદો ૩.૮ અબજ ડોલરમાં થયો છે. આ ડ્રોન ૨૦૨૯ થી ૩૦ ની વચ્ચે મળવાની અપેક્ષા છે.
૨૦૦૭ થી, ભારત અને અમેરિકા વચ્ચે ૨૫ અબજ ડોલરનો સંરક્ષણ સોદો થયો છે. આમ છતાં, વર્તમાન સંબંધો અને અમેરિકાના વલણને જોતાં, ભારતે હવે વિકલ્પ શોધવાની જરૂર છે. ભારત હવે અન્ય દેશોની મદદથી સ્વદેશી શષો બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. ભારતે દેશમાં જ ફાઇટર એરક્રાફટ માટે એન્જિનનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. સરહદ વિવાદ પર તણાવ હોવા છતાં, ભારત અને ચીન વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

