જમ્મુ કાશ્મીરમાં ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેના ૯ સ્થળોએ હવાઇ હુમલા કર્યા હતા. જોકે, આ હુમલા દરમિયાન મહત્વની બાબત એ હતી કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરની ૨૩ મિનિટ દરમ્યાન ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી.ભારતીય સેનાને ઓપરેશન સિંદૂર દરમિયાન સૌ પ્રથમ ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. તેની બાદ એક પછી એક ટાર્ગેટ હિટ કરીને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેમજ પાકિસ્તાન સેના કશું સમજે એ પૂર્વે તો ભારતીય સેનાએ ઓપરેશન સમેટી લીધું હતું.
- May 15, 2025
0
388
Less than a minute
You can share this post!
editor

