થરાદ તાલુકાના પીલુડા માર્કેટ યાર્ડ નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજકોટથી હરિયાણા તરફ જતી આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી હતી. વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં ટ્રકમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, ટ્રકમાં પતરા બનાવવાની મશીનરી અને થર્મોકોલના 8 રોલ ભરેલા હતા. આગને કારણે ટ્રક માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ઉનાળાની શરૂઆત થતાં થરાદ પંથકમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.

- March 31, 2025
0
76
Less than a minute
You can share this post!
editor