ગતરાત્રિના યાત્રાધામ અંબાજી થી દર્શન કરી ત્રણ જેટલી ખાનગી લક્ઝરી બસ મહેસાણા તરફ જવાના થઈ હતી અને પાંસા ગામ ની આગળ પહોંચતા કોઈ અજાણા શખ્સો દ્વારા ક આ ખાનગી બસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો ને બસના કાચ છોડી નાખવામાં આવ્યા હતા, સમય સૂચકતા વાપરતા બસના ડ્રાઈવરને બસ દોડાવી મૂકી હતી અને દાંતા પહોંચતા હાસકારો અનુભવ્યો હતો આત્રણે બસમાં મુસાફરો બેઠેલા હતા જોકે પથ્થર મારા ની ઘટના માં એક બસના કાચ તૂટી જવા પામ્યા હતા ને બીજી બસ માં ગોબા પડી ગયા હતા.
આ સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જાન માલને નુકસાનીના આ મળેલ નથી આ બસમાં બેઠેલા મુસાફર વિપુલ ભટ્ટ એ જણાવ્યું હતું કે આ ત્રણે બસ અંબાજી થી મહેસાણા જણાવવા નીકળી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ અમારી બસ ઉપર પથ્થરમારો કર્યો હતો જે એક બસના કાચ તૂટવા પામ્યા હતા જોકે અને આ દાંતા રોડ ઉપર ત્રણ લક્ઝરી બસ ઉપર થયેલા પથ્થર મારા ની ઘટનાને લઇ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માં આવી ન હોવા છતાં અંબાજી અને દાતા પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી અન્ય કોઈ આવી ઘટના ન બને તેવા પ્રયાસો હાથ ધર્યા હોવાનો જણાવાયું છે.