જાહેર સ્થળો અને રેલ્વે સ્ટેશનો પર કિન્નરો ઘણીવાર જોવા મળતા હોય છે. ક્યારેક કેટલાક કિન્નરો આતંક મચાવીને ડરનો માહોલ પેદા કરે છે. તો કેટલાક કિન્નરો લોકોને હેરાન કરીને તેમની પાસેથી પૈસા પડાવતા હોવાનું અવારનવાર જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં કિન્નરે મહિલાને જાહેરમાં માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. કિન્નરે જાહેરમાં મહિલાને અર્ધનગ્ન કરીને જાહેરમાં ઘસેડીને ઢોર માર માર્યો હતો. મહિલાને જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. કિન્નરે કાયદો હાથમાં લઈને જાહેરમાં મહિલાને અર્ધનગ્ન કરી હતી. જે મામલે પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
- May 30, 2025
0
428
Less than a minute
You can share this post!
editor

