વાવ શહેરમાં રોડના અભાવે ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય વધતાં યુવકે ભાજપનો ધ્વજ મૂકી વિરોધ નોંધાવ્યો

વાવ શહેરમાં રોડના અભાવે ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય વધતાં યુવકે ભાજપનો ધ્વજ મૂકી વિરોધ નોંધાવ્યો

15 હજારની જન સંખ્યા અને 8 હજાર થી પણ વધુ મતદારો ધરાવતા વાવ શહેરમાં મામુલી વરસાદ પડતાં વાવ શહેર વિવિધ વિસ્તારો માં રોડના અભાવે ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં જેમાં વરસાદી પાણી ન ભરાવા ને લઈને ઠેર-ઠેર ગંદકી નું સામ્રાજ્ય છવાઈ જતાં વાવ શહેર ખાતે એક જાગૃત નાગરિકે વાવ શહેર ના જુના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં પહોંચી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ લગાવી વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે 15 હજાર ની જન સંખ્યા ધરાવતા વાવ શહેરના વિવિધ વિસ્તારોમાં પાકા રોડ ના અભાવે ખાડાઓ પડી જતાં તેમાં પાણીનો ભરાવો થઈ જતાં ગંદકી અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વાવ વિધાન સભાની પેટા ચૂંટણી માં મત માગનારા નેતાજી હવે કયાં છુપાઈ ગયા છે.રોડ ના અભાવે ખાડા ઓમાં પાણી ભરાઈ જતાં ગંદકી અને કીચડ નું સામ્રાજ્ય વધી જતાં લોકો ને ચાલવું મુશ્કેલ પડી જતા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ કમળ ના નિશાન વાળો પાણીના ખાબોચિયા માં લગાવી વિરોધ નોંધાવતા વાવ શહેરના લોકએ પણ આ વિરોધ માં સુર પુરાવી વાવ શહેર ને ખાડા રાજ માંથી મુક્તિ અપાવી વાવ શહેર માં પાકા રોડનું નવીનીકરણ કરવાની માંગ કરી હતી. જો કે વરસાદી પાણી ના ભરાવા ને લઈ ને વાવ શહેર ના વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે અને વાવ શહેર ના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર માં કાદવ કીચડ નું સામરજય વધી જતાં રોગચાળા ની ભીતિ સેવાઇ રહી છે.જ્યારે નાના બાળકો અને વૃદ્ધ માણસો ને રસ્તા પરથી પસાર થવું ડોયલું બની ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *