એલ સી બી પી.આઇ.એ.કે.દેસાઈ અને સ્ટાફ મિત્રો મળેલ ચોકસ બાતમીને લઈ તેઓ ગત તા 24 સપ્ટેમ્બરના રોજ થરાદ ભારત માળા રોડ પર નાકા બંધી કરી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલ સ્વિફ્ટ ગાડી રોકાવાની કોશિશ કરતાં ચાલક ભાગી છૂટ્યો હતો.તેનો પીછો કરતાં વાવના માલસણ ગામની સીમમાં પીછો કરી ગાડી સહિત 1445 વિદેશી બોટલ મુદામાલ સાથે રૂ 8 લાખ નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.ચાલક ફરાર થઇ ગયો હતો.
બીજા દિવસે પણ તેઓ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન મળેલ ચોકસ બાતમી ને લઈ વાવ ના માલસણ ગામ ની સિમ માં ક્રે ટા ગાડી ને રોકાવી તપાસ કરતા 2874 બોટલ વિદેશી દારૂ સહિત રૂ 14 લાખના મુદામાલ સાથે ચાલકને પકડી જેલ હવાલે કરી વાવ પોલીસ મથકે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરાઈ છે.જો કે અન્ય બે આરોપી ઓ ફરાર છે. બે દિવસ માં રૂ 22 લાખનો મુદામાલ ઝડપાતા એલ.સી.બી કામગીરી સરાહનીય બની ચુકી છે. જ્યારે બુટલેગરો માં ફફડાટ જોવા મળી રહ્યો છે

