નર્મદાના પાણીથી તળાવો ભરાતા હોવાથી થયો ફાયદો : ખેડૂતો
બનાસકાંઠામાં ભૂગર્ભ જળનો પ્રશ્ન ખૂબ જ ગંભીર ગણાય છે બનાસકાંઠાના ઘણા એવા તાલુકામાં ભૂગર્ભજળ ઘટી ગયું છે તેમજ અમુક તાલુકાઓમાં તો બિલકુલ ભૂગર્ભજળ ખેતીલાયક પાણી આવતું જ નથી પરંતુ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભજળના પ્રશ્નને લઈ ચિંતિત હતી અને પાઈપ લાઈન દ્વારા તળાવો ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાંચ વર્ષ પહેલા સરકારે નાખેલી ચાંગા પાઇપલાઇન થી મુડેઠા, ખેટવા, ગોગા ધાણી સહિત અનેક તળાવો ભરવામાં આવી રહ્યા છે.
જેમાં ડીસા તાલુકાના મુડેઠા ગામના સૌથી મોટા તળાવો નર્મદાના નિરથી ભરાતા હોવાના કારણે છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફૂટ ભૂગર્ભ જળ ઘટ્યું નથી ત્યારે આવનાર સમયમાં પણ સરકાર દરેક તળાવો ઊંડા કરી પૂર્ણ ભરશે તો પણ ભૂગર્ભ જળનો ખતરો ટળી શકે તેવું મુડેઠા ગામ પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સૌથી વધુ ભૂગર્ભજળ ડીસા તાલુકામાં પણ ઘટી રહ્યું હતું જેના લીધે ખેડૂતો સહિત પશુપાલકો પણ ચિંતિત બન્યા હતા ત્યારે સરકાર દ્વારા હાલમાં ગૌચરમાં તળાવો બનેલા છે તેને ભરવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે જેથી હવે જો તળાવ ભરવામાં સરકાર પાછી પાની નહીં કરે તો ભૂગર્ભ જળ માં મોટો ફાયદો થશે.
મુડેઠા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફૂટ પાણી ઘટ્યું નહીં : ખેડૂતો
ડીસા તાલુકાનાં મુડેઠા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફૂટ પાણી ભૂગર્ભ જળ ઘટ્યું નથી.નર્મદાના પાઇપલાઇન દ્વારા મોટા તળાવો ભરાતા હોવાથી ભૂગર્ભ જળમાં બિલકુલ ઘટાડો થયો નથી અને છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો ૬૦૦ ફૂટે હોવાથી બોરમાં એક પણ કોલમ નાખવામાં આવી નથી.જેથી ખેડૂતોને મોટો ફાયદો થયો….


