ઓમાનના અખાતમાં મિશન પર રહેલા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તબરને MT યી ચેંગ 6 નામના જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો, ત્યાર બાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી. MT Yi Cheng 6 નામનું આ જહાજ પુલાઉ (એક દેશ)નું છે અને એના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ પછી INS તબરની ટીમ- 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ-સભ્યોએ તાત્કાલિક રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું હતું.
#IndianNavy's stealth frigate#INSTabar, mission deployed in the Gulf of Oman, responded to a distress call from Pulau flagged MT Yi Cheng 6, on #29Jun 25.
The vessel with 14 crew members of Indian origin, transiting from Kandla, India to Shinas, Oman, experienced a major fire… pic.twitter.com/hcwCalBW96
— SpokespersonNavy (@indiannavy) June 30, 2025
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, “ઓમાનના અખાતમાં તૈનાત ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ફ્રિગેટ INS તબરે 29 જૂનના રોજ પુલાઉ-ધ્વજવાળા MT યી ચેંગ 6 ના સંકટ કોલનો જવાબ આપ્યો. ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સાથે જહાજ, ભારતના કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું, ત્યારે એન્જિન રૂમમાં મોટી આગ લાગી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ. INS તબરમાંથી અગ્નિશામક ટીમો અને સાધનોને જહાજની બોટ અને હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 05 ક્રૂ સભ્યો હાલમાં અગ્નિશામક કામગીરીમાં રોકાયેલા છે, જેના કારણે જહાજમાં આગની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

