સરહદી વાવ સુઇગામ પંથક માં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાયું

સરહદી વાવ સુઇગામ પંથક માં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાયું

સરહદી પંથક એવા વાવ અને સુઇગામ તાલુકામાં સતત 18 કલાક થી ભારે તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોના ઉભેલા ચોમાસુ પાકનો સોથ વળી ગયો છે. જો કે વાવ તાલુકાના ભાટવર વાસ અને ગામ ખાતે વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યાં છે. પાણી ના ભરાવા ને લઈ ને ભાટવર વાસ નો મુખ્ય માર્ગ બલોક થઈ ગયો છે. મુખ્ય માર્ગ પર 3 ફૂટ પાણી ભરાઈ જતાં મહિલા ને ડિલવેરી ના કામે હોસ્પિટલ લઈ જવતી ઇકો ગાડી ફસાઈ જતાં જે.સી.બી મશીન થી ગાડી ને બહાર કાઢી હોવાનું લોકો એ જણાવ્યું હતું.

જો કે સુઇગામ થી નડાબેટના મુખ્ય માર્ગ પર રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રણ દરિયામાં ફેરવાઈ જતા પાણીના મોઝા માર્ગ પર આવી જતાં સુઇગામ પોલીસે યાત્રાળુઓ ને બાઈક કે કોઈ વાહન લઈ મંદિર ન જવાનું સૂચન જારી કર્યું છે. વધુ માં વધુ પડતા વરસાદને લઈ વાવ સુઇગામ પંથકની હજારો હેકટર જમીન પર ઉગેલો ચોમાસુ પાક સાફ થઈ ગયો છે. સમગ્ર વાવ સુઇગામ વિસ્તારને જવાબદાર તંત્રએ રેડ એલર્ટ જાહેર કરી નીચાણ વાળા વિસ્તારમાં વસતા લોકોને અન્ય ઉંચી જગ્યા પર જવાની સૂચના આપી દીધી છે. આમ સતત 18 કલાક થી ચાલી રહેલ તુફાની પવન અને ધીમા વરસાદને પગલે સરહદી પંથક માં જન જીવન ખોરવાઈ ગયું છે સતત 18 કલાક થી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. વધુ પડતા વરસાદ અને તુફાન ને લીધે અબોલ જીવો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *