પાલનપુરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા લોકો નાણાં પરત મેળવવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે અરજી કરવા આવી પહોંચ્યા
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 700 જેટલા લોકોને મેસેજ કરી અને અરજી કરવા માટે બોલાવતા લોકોની કતારો જોવા મળી
બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં જિલ્લામાં અનેકવાર સાયબર ફ્રોડ ના બનાવો સામે આવતા હોય છે. જેમાં ઓટીપી તેમજ અજાણી લિંક ખોલવાથી લોકો ના બેંકમાં રહેલા નાણાં ઉપડી જતા હોય છે અને લોકો ને સાયબર ફ્રોડ ભોગ બંને છે જોકે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા લોકોની જાગૃતિ માટે અનેક વાર જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે ને લોકોને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે તેમ છતાં પણ લોકો અનેકવાર સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.
બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને નાણાં પરત મળે તે માટે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 700 જેટલા લોકોને મેસેજ કરી અને અરજી કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા ત્યારે 700 જેટલા લોકો પોતાની અરજી માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે આવતા પોલીસ મથકે લોકોની કતારો જોવા મળી હતી.
જોકે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ તમામ લોકોને અરજીઓ સ્વીકારી અને તેને કોર્ટમાં મૂકવામાં આવશે તેમ સાયબર કાયમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું અને કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ જે તે બેંકના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જે લોકો સાયબર ફ્રૂડનો ભોગ બન્યા છે અને તેમના નાણા ગુમાવ્યા છે તેવા લોકોને નાણાં પરત મળશે જોકે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેકવાર લોકોને સાયબર ફ્રોડનો શિકાર ના બને તેને લઈ અને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે લોકોએ પણ હવે સાયબર ફ્રોડ નો શિકાર ના બંને તેને લઈને ચેતવા ની જરૂર છે.