ગુજરાતમાં 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે માવઠું થવાની પણ સંભાવના

ગુજરાતમાં 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે માવઠું થવાની પણ સંભાવના

રાજ્યમાં હાલના સમયમાં જે પ્રમાણે ઠંડી જોઈએ એ શરૂ થઈ નથી. નવેમ્બર શરૂ થઈ ગયો હોવા છતાં હજુ AC ચાલુ કરવા પડે છે. હા એ ખરું કે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફૂંકાવાના શરુ થયા છે. જેના કારણે લઘુતમ તાપમાન ગગડી રહ્યું છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાત વધુ ઠંડોગાર રહે છે. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના નામે મીડિયા અને સોશિયલ મીડિયામાં એવી આગાહી કરવામાં આવી રહી છે કે 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં પવન અને સાથે માવઠું થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થવાનો શરૂ થયો છે. મોડી રાતે પણ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. જો કે બપોરના સમયે હજુ પણ ગરમી યથાવત્ છે. એવા સમયે શિયાળાની ઠંડીની જમાવટને લઇને કહેવાય છે કે અંબાલાલ પટેલ આગાહી કરી છે. રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે. ખાસ કરીને સાતમીથી 14મી નવેમ્બર અને 19મીથી  22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

આ સાથે જ હવામાન નિષ્ણાતો કહે છે કે 10 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ બાદ રાજ્યમાં ઠંડીનું થોડું વધી શકે છે. 22 નવેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 10 થી 14 નવેમ્બર દરમિયાન બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શકયતા રહેશે. આ ડિપ્રેશનના કારણે વાવાઝોડું થવાની શકયતા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મી થી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, આ વર્ષે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.

subscriber

Related Articles