દાંતા તાલુકા ના ભેમાળ ગામે ધોળા દિવસે કેટલાક અજાણ્યા શકશો દ્વારા લૂંટની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે તારીખ ૧૧/૧૧/૨૦૨૪ ના બપોર બાદ બે જેટલા શકશો ભેમાળ ગાને આધેડ વય ની મહિલા પે ફટાકડા ખરીદવા ગયેલ ને ફટાકડા લઈ તેઓ ઘર ની બહાર નીકળી ગયા હતા ને થોડીક વાર પછી પરત આ બે શકસો ફટાકડા વેચનાર મહિલા ના ઘરમાં ઘુસી ને મહિલા ને કહેલ ફટાકડા સારા નથી તેવું કહેતા મહિલા બીજા ફટાકડા આપવા માટે ઊભી થયેલ ત્યારે આ બે અજાણ્યા શખસો આ આધેડ વય ની મહિલા ને મોઢું દબાવી હાથ પગ બાંધી મૂઢ માર માર્યો હતો ને ઘર માં લૂંટ ફાટ કારવાની કોશિશ કરી હતી
ત્યાર બાદ આ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા તેવામાં પાડોસી મહિલા ને જાણ થતા આ આધેડ વય ની મહિલા લીલાબેન છનાલાલમોદી ને બાંધેલી જોઈ ગભરાઈ ગયેલ ને તેણી ને ખોલી ને હાથ પગ છૂટા કરેલ ત્યારે સમગ્ર ઘટના ની વાત જણાવી હતી.
જોકે આ સમગ્ર મામલે તાત્કાલિક પોલીસ ને જાણ કરતા નવાવાસ ઓ.પી ના જમાદાર તરુણ ભાઈ તેમજ દાંતા પીઆઈ તેમજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી ને આજુબાજુ માં સી.સી.ટી.વી કેમેરા ચેક કરવાની તજવીજ હાથધરી ઘટના ને અંજામ આપનાર આરોપીઓ ને પકડી પાડવા તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે જોકે સમગ્ર મામલે જાણવા મળતી માહિતી મુજબ આ લૂંટ ની કોશિશ કરનાર શખસો ને ખાલી હાથ પરત ફરવું પડ્યું હોય તેવું જાણવા મળેલ છે જે તમામ બાબતે દાંતા પોલીસ છિવટ પૂર્વક ની તપાસ કરી રહી છે