ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની અસર વર્તાઈ રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી ન્યુનતમ અને મહત્તમ તાપમાનમાં પણ આંશિક વધારો થતા મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને લઇ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા પર તેની અસર વર્તાશે જેથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ રહેલી છે.
હવામાન વિભાગના અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. બુધવારે ડીસા નું મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડીગ્રી નોંધાયું હતું જોકે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં એક બે ડીગ્રી નો ધટાડો થવાની શક્યતા રહેલી છે.
શિયાળાની ઋતુ જામવા ની શક્યતાઓ જોવા મળી રહી છે: બનાસકાંઠા જિલ્લામાં ઘટી રહેલા તાપમાનને કારણે સવારે અને મોડી સાંજે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. સાથે બપોરના તાપમાન પણ સામાન્ય જોવા મળી રહ્યું છે ત્યારે ફુલ ગુલાબી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લા વાસીઓ હવે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસો સુધી આ પ્રકાર નું હવામાન જોવા મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી: હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ભારતમાં આવેલા બરફવર્ષા અને ઠંડી પવનના કારણે જીલ્લાના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. આ ઘટાડા સાથે લોકોને ઠંડીનું અનુભવ થવાની શક્યતા છે. અત્યારે બનાસકાંઠા ના લોકોને ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થઈ રહ્યો છે.
ઉત્તર ભારતમાં પ્રથમ હિમવર્ષા ને ઠંડી વધશે : બનાસકાંઠા જિલ્લામાં નવેમ્બર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં માત્ર સવારના સમયે જ ઠંડી પડે છે બપોરના સમયે તો લોકોને આંશિક ગરમી જેવાં માહોલ નો અહેસાસ થઇ રહ્યો છે આ સમય દરમિયાન ઠંડી પડવી જોઈએ.ત્યારે ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમા ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહીં છે. જેની અસરરૂપે બનાસકાંઠા જિલ્લામાં તેની અસર થઈ શકે છે.