બટાકાના બિયારણના ઊંચા ભાવ અને વાતાવરણની વિષમ પરિસ્થિતિ ને પગલે
બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન માં બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે જેમાં રાયડા બાદ બટાકાનું વાવેતર સૌથી વધુ વાવેતર જોવા મળતું હોય છે બટાટા નગરી તરીકે જાણીતા ડીસા પંથકમાં શિયાળુ સીઝનમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે પરંતુ આ વર્ષ બટાકાના બિયારણના ઊંચા ભાવ અને વાતાવરણની વિષમ પરિસ્થિતિ ને પગલે ડીસા તાલુકામાં 21 નવેમ્બર સુધી માત્ર 20094 હેકટર જમીન વિસ્તારોમાં વાવેતર નોંધાયું છે.
જોકે હજુ અનેક વિસ્તારોમાં બટાકાની કામગીરી શરૂ છે જેના કારણે આગામી સમયમાં બટાકાનું વાવેતર વિસ્તાર વધશે જોકે નિષ્ણાતોના મતે 25 નવેમ્બર સુધી જ બટાકા ના વાવેતરનો યોગ્ય સમય ગાળો ગણવામાં આવે છે ત્યારે આ વર્ષે જોવાનું એ રહ્યું કે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ગત વર્ષ કરતાં વાવેતર વિસ્તાર વધશે કે પછી ધટશે?
ગત વર્ષ બનાસકાંઠામાં 52080 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતુ.
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 52080 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે ગત વર્ષે બટાકાના વાવેતર માં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો જેમાંથી ડીસા તાલુકાના 28051 હેકટર માં વાવેતર થયું હતું જેમાં જેના આગલા વર્ષની સરખામણીએ ઓછું થયું હતું.