એક કોલ્ડ સ્ટોરેજ માં બટાકા ભરવા દોઢ લાખ થી વધુ બારદાન ની જરૂરીતા રહેતી હોય છે
૫૦ કીલો બટાકા ભરાતાં બારદાન ની કિંમત ૨૫ થી ૩૦ રૂપિયા સુધીના ભાવ: ડીસા વિસ્તારમાં બટાકા ના સંગ્રહ કરતાં અનેક કોલ્ડ સ્ટોરેજ આવેલ છે જેમા બટાકા ભરવા માટે કરોડો બારદાન ની જરૂર પડતી છે ત્યારે માત્ર ડીસા તાલુકા માં અંદાજિત ૯૦૦ કરોડ રૂપિયાના બારદાન નો કારોબાર થાય છે. સામાન્ય દિવસો દરમિયાન એક બારદાન ના ૨૦ થી ૨૨ રૂપિયામાં મળતા હોય છે પરંતુ બટાટા ની સિઝન શરૂ થતા બારદાન ના ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા થઇ જતાં હોય છે મોંધવારી ના માર વચ્ચે બટાટા ના બારદાન ભાવ પણ વધતા રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ૨૧૬ જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલ છે ડીસા કોલ્ડ સ્ટોરેજ ના માલિકો પાસેથી મળતી વિગતો પ્રમાણે અંદાજીત આંકડા મુજબ જિલ્લામાં ૨૧૬ કોલ્ડ સ્ટોરેજ માં ૩ કરોડ ૪૫ લાખ બટાટાના કટાઓ નો સંગ્રહ ની ક્ષમતા રહેલી છે એક કોલ્ડ સ્ટોરેજ માં અંદાજીત દોઢ લાખ થી વધુ કટાઓ આવતા હોય છે જેથી એક કોલ્ડ સ્ટોરેજ ભરવા માટે દોઢલાખ થી વધુ બારદાન ની જરૂર પડતી હોય છે કોલ્ડ સ્ટોરેજ માં બટાટા ભરવા માટે બારદાન નો કરોડો રૂપિયા નું રોકાણ થતું હોય છે ડીસા પંથકમાં બટાટા ના પાક લેવાની કામગીરી શરૂ થઇ છે ત્યારે કોલ્ડ સ્ટોરેજ ના દરવાજા પણ ખુલ્યા જેથી બટાટા ભરવા માટે ના બારદાન ની મોટી માંગ રહેલી છે વેપારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજ પર બારદાન પર માર્કો લગાવવાની કામગીરી કરવા માં આવી રહી છે જેની મંજુરી કામ માં પણ વધારો થયો છે આમ માત્ર બારદાન ની ખરીદી માં પણ કરોડો નો કારોબાર થઇ રહ્યો છે.
* એક બારદાન ના કટા માં ૫૦ કિલો બટાકા ભરાતા હોય છે.
* એક બારદાન ના સામાન્ય દિવસો માં ૨૦ થી ૨૫ રૂપિયા હોય છે પરંતુ બટાટા ની સિઝન શરૂ થતા ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા જોવા મળી રહ્યા છે.
* એક કોલ્ડ સ્ટોરેજ માં ૧.૫૦ લાખ ૧.૮૦ લાખ બટાકા ના કટા નો સંગ્રહ થી શકે છે.
* ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન કોલ્ડ સ્ટોરેજ ભરાવવા માં આવે છે.