બનાસકાંઠામાં વીજ કંપની દ્વારા અલગ-અલગ પાંચ ડિવિઝન માં એક સાથે 42 ટીમોએ વિજ ચેકીંગ હાથ ધર્યું

બનાસકાંઠામાં વીજ કંપની દ્વારા અલગ-અલગ પાંચ ડિવિઝન માં એક સાથે 42 ટીમોએ વિજ ચેકીંગ હાથ ધર્યું

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઘર વપરાશમાં વિજ ચોરી કરતા ૧૦૫ ગ્રાહકો ઝડપાયાં : રૂ.30.71 લાખનો દંડ ફટકાર્યો

વહેલી પરોઢે જીયુવીએનએલ ના કર્મચારીઓએ દરોડો પાડતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

બનાસકાંઠા જીલ્લામાં ડીસા ગ્રામ્ય કચેરી-1 અને 2, ભીલડી પેટા, વાવ અને શિહોરીમાં જીયુવીએનએલ વીજ કંપનીના કર્મચારીઓ અલગ-અલગ 42 ટીમો બનાવી અચાનક વહેલી પરોઢે ઘર વપરાશમાં વિજ વાપરતા 105 ગ્રાહકોને આંકડી મારી વીજ ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી રૂ. 30. 71 લાખનો દંડ વસૂલ કર્યો છે. જેમાં ડીસા ગ્રામ્ય 1, ડીસા ગ્રામ્ય 2, ભીલડી, શિહોરી અને વાવની પેટા કચેરીની કુલ 42 જેટલી ટીમો દ્વારા જીયુવીએનએલ પોલીસ અને એસઆરપી ફોર્સને સાથે રાખી એક સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે છે કે, ડીસા, કાંકરેજ અને વાવ તાલુકામાં એક સાથે કાર્યવાહી કરવા જીયુવીએનએલ દ્વારા અલગ અલગ વીજ ડિવિઝનોની પાંચ પેટા કચેરીની 42 જેટલી ટીમો બનાવી  બુધવારે વહેલી પરોઢે અચાનક દરોડો પાડતાં લોકોમાં ફફફડા ફેલાયો હતો. જેમાં ડીસા ગ્રામ્ય કચેરી-1 અને 2, ભીલડી પેટા, વાવ અને શિહોરીમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અલગ-અલગ ટીમો એ 105 ગ્રાહકોને વીજ વપરાશમાં વપરાતાં મીટરમાં આંકડી મારતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી રૂ. 30.71 લાખનો દંડ ફટકાર્યો છે.

કોરોના કાળ બાદ લોકોની હાલત દયનીય : આ અંગે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ લોકોની હાલત દયનીય થઇ ગઇ છે. હાલના સમયમાં એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. ત્યારબાદ લોકોને ઘર ચલાવવા મુશ્કેલી ભર્યાં બની ગયા છે. ત્યારે અચાનક બુધવારે વહેલી પરોઢે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ રેડ કરી દંડ ફડકારવામાં આવતા લોકોની મુશ્કેલીઓમાં વધી જવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *