પાટણ સરસ્વતી તાલુકાના એક ગામમાં ૧૩ વર્ષની માસુમ બાળકીને વિધર્મી યુવાન દ્ધારા પીખી નાખવાનો પ્રયાસ કરાયો

પાટણ સરસ્વતી તાલુકાના એક ગામમાં ૧૩ વર્ષની માસુમ બાળકીને વિધર્મી યુવાન દ્ધારા પીખી નાખવાનો પ્રયાસ કરાયો

માસુમ બાળકીની માતાએ દ્વારા વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ૧૩ વષૅની માસુમ બાળકી ને એક ૧૯ વષૅ ના લધુમતી સમાજના યુવાન દ્રારા પીખી નાખવાનો પ્રયત્ન કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતાં અને આ મામલે વાગડોદ પોલીસ મથકે ગુનો નોધવામાં આવતાં પોલીસે તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે તો બનાવને પગલે સરસ્વતી તાલુકા પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામના ખેતરમાં રહેતા પરિવારની ૧૩ વષૅ ની સગીરા સાંજના સમયે ડેરીમાં દૂધ ભરાવીને પોતાના ખેતર વાળા ઘરે જતી હતી ત્યારે તેના પર નજર બગાડી લધુમતી સમાજના ૧૯ વષૅ ના યુવક અસ્લમખાન રસુલખાન બલોચ કે જે મૂળ દુનાવાડા તા.હારીજ, જિ.પાટણ નો વતની છે અને હાલ રહે. જાખા તા.સરસ્વતી માં રહે છે, તેણે આ સગીરાનો પીછો કર્યો હતો. આરોપીએ સગીરાને રસ્તામાં અટકાવી, તેને ઉપાડીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને તેણીનું મોં દબાવી શરીરે શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કરતાં તેણીએ બૂમો પાડી વિરોધ કરતાં યુવકે તેના મોં પર થાપ મારતા બાળકી એ યુવકના હાથે બચકું ભરી તેની ચુગાલ માથી છૂટી પોતાના ઘર તરફ ભાગી હતી. પરંતુ હવસ ના ભૂખ્યા આ યુવાને બાળકીનો પીછો કરી તેણીને ફરીથી પકડી નજીકના નેળિયામાં લઈ ગયો હતો.અને બાળકીને જમીન પર પછાડી, અને તેના કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાળકી એ યુવક ના પેટમાં લાત મારી બચી ગઈ હતી અને નજીકના ઘરે જઈને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવતાં યુવક ત્યાથી ભાગી ગયો હતો.

આ સમગ્ર ધટનાની બાળકીની માતાએ વાગડોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  કલમ ૭૪,૭૫(૨), ૭૬૭૮(૧)(૧),૧૧૫(૨), ૧૨૬(૨) તથા પોક્સો એક્ટની કલમ ૩, ૧૨, ૧૮ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામમાં બનેલી આ ઘટના ના પગલે સનસનાટી મચી જવા પામી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *