ગ્રાહક કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે રૂ.20.64 લાખ ચુકવવા આદેશ

ગ્રાહક કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે રૂ.20.64 લાખ ચુકવવા આદેશ

પાટણ ગ્રાહક સુરક્ષા કમિશને અકસ્માતમાં પગ ગુમાવનાર રાધનપુરના ટ્રક માલિકને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને રૂ.20.64 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુરના અરજણસરના રહેવાસી રાવળ દિનેશભાઈ પીરાભાઈ તા.5 જુલાઈ 2023ના રોજ વરણા પાસેના હાઈવે પર ટ્રક ( GJ-24-X-3574) લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન ડાબો પગ ઘૂંટણ સુધી કાપવો પડ્યો હતો.

આ સાથે જ ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું. દિનેશભાઈએ વીમા કંપની પાસેથી ટ્રક અને પર્સનલ એક્સિડન્ટનો વીમો લીધેલો હતો. અકસ્માત બાદ તેમણે અકસ્માત વળતર (હેઠળ રૂ. 15 લાખ અને ગાડીના નુકસાન પેટે રૂ. 19.20 લાખનો કલેઈમ કર્યો હતો.જોકે, વીમા કંપનીએ ખોટી જાણકારી અને અન્ય ટેકનિકલ કારણો આગળ ધરી વળતર ચૂકવ્યું નહોતું. કંપનીના સર્વેયર દ્વારા ગાડીના નુકસાનનો અંદાજ 12.52 લાખથી વધુ હોવા છતાં વળતર અટકાવી રાખ્યું હતું. પાટણ ગ્રાહક કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરી અને સભ્ય વી.એમ. સ્વામીની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી અવલોકન કર્યું કે વીમા કંપનીએ સેવામાં ખામી દાખવી છે.પરિણામે દિનેશભાઈની બંને ફરિયાદો અંશતઃ મંજૂર કરી વીમા કંપનીને પર્સનલ એક્સિડન્ટ કવર હેઠળ 11.25 લાખ અને વાહનના નુકસાન પેટે 9.39 લાખ (કુલ રૂ.20.64 લાખ) 9 ટકા વ્યાજ વળતર ચૂકવવા હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *