500 ફ્લાઇટ્સ મોડી; રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક ફ્લાઇટ્સના રૂટ બદલાયા : મુસાફરો અટવાયા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે આવેલા ભારે પવન અને વરસાદના કારણે હવાઈ સેવા પર ગંભીર અસર પડી છે. ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉતરનારી ત્રણ ફ્લાઇટ્સના રૂટ બદલવાની ફરજ પડી હતી, જ્યારે 500થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, 1901 પછી મે મહિનામાં રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કલાકમાં બીજી સૌથી વધુ વરસાદની ઘટના છે. એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)એ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ડાયલે સવારે 7:25 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારે પવન અને વરસાદ હવે થંભી ગયો છે, પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે ફ્લાઇટ્સના સંચાલન પર થોડી અસર જોવા મળી રહી છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને તેમની ફ્લાઇટના સમય અંગે અપડેટ રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

- May 3, 2025
0
183
Less than a minute
You can share this post!
editor