વિસનગરમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દુર કરાયા

વિસનગરમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દુર કરાયા

દબાણો હટાવી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવ્યું; વિસનગર શહેરમાં ઘણા લાંબા સમયથી વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો જેના કારણે આ વિસ્તારોમાં ચિક્કાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેના લીધે ત્યાંથી ઓસએ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જવાની સાથે આંતરિક વિખવાદ કે ઝગડાના મૂળ ઉભા થતા હતા. ત્યારે આજરોજ વિસનગર શહેરના ગંજ બજાર ફાટકથી વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલા કેટલાક ગેરકાયદેસર દબાણો વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. જેના કારણે શહેરના દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યાં વિસનગર પ્રાન્ત અધિકારી દેવાંગ રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, નગરપાલિકાના કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ટીમ સાથે ઉતર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. દબાણ દૂર કરવાની કામગીરીમાં કેટલાક વેપારીઓ સાથે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તૂં તૂ મેં મેં ના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અડચણ રૂપ તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

શહેરના ગંજ બજારના ફાટક પાસે ઘણા સમયથી વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જેના કારણે જ્યારે પણ વડનગરથી વલસાડ રેલવે ટ્રેન પસાર થઈ રહી હોય ત્યારે ભયંકર ટ્રાફિક જામ થઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થતાં હતા. તે વખતે પણ આ દબાણોના કારણે વાહનચાલકોમાં કેટલીક વખત ઝઘડા થતા પણ જોવા માલ્યા હતા. જોકે હવે વહીવટી તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતા ટ્રાફિક જામનો પ્રશ્ન પણ હલ થઇ જશે. જો કે આજે વહીવટી તંત્ર દ્વારા દુર કરવામાં આવેલા દબાણોથી હવે આ રોડ ઉપર ટ્રાફિક જામ નહીં થાય તેવી ચર્ચા સાથે શહેરના લોકો એ તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *