મોડાસા રૂરલ પોલીસે ડ્રોનની મદદથી ભચડિયા ગામમાં ગાંજાનું અવૈધ વાવેતર પકડી પાડ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભચડિયા ગામમાં ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન નિકેશકુમાર પ્રતાપસિંહ રાઠોડના ખેતરમાં ઘાસચારાની વચ્ચે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું જણાયું હતું. પોલીસે ત્યાંથી 1.34 લાખની કિંમતનો 13 કિલો 450 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. જો કે, આરોપી પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. મોડાસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માંલેના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં નશીલા પદાર્થોના વધતા જતા વાવેતરની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે.

- April 3, 2025
0
421
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next