પંથકમાં 50 ટકા બટાકાનું કામનું પૂર્ણ થયું કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાની મોટી આવક
ડીસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં રવિ સીઝનમાં મોટા ભાગે બટાકા નું વાવેતર થતું જોવા મળે છે. પરંતુ દર વર્ષ બટાકાના ભાવોમાં થતી સતત વધઘટના કારણે વાવેતરમાં વધારો અને ઘટાડો થતો રહે છે. પરંતુ ગત વર્ષે ખેતરો અને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાના ભાવ સતત જળવાઈ રહેતા ચાલુ વર્ષે પણ ગત વરસની સરખામણી કરતાં વાવેતર વધવા પામ્યું છે. અને હવામાનની અનુકૂળતા ને લઈ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે બટાકા ના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા બટાકાના ભાવો આસમાને આસ્થા હતા અને પોખરાજ સહિતની બટાકાની વેરાઈટી એ ભાવમાં ડબલ સેન્ચ્યુરી મારી હતી પરંતુ તેની સરખામણીએ આ વર્ષે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શરૂઆતમાં બટાકાના પ્રતિમણ 200 ના ભાવે વેચાણ થતું હતું. પરંતુ ત્યારબાદ બટાકાની આવક વધુ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સરેરાશ ભાવો ત્યારે 160 થી 190 રૂપિયાના જોવા મળી રહ્યા છે. અને છેલ્લા કેટલાક દિવસોથી બટાકાના ભાવ પણ સ્થિરતા જોવા મળી રહી છે. આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ સારા ભાવ મળવાની આશા જોવા મળી હતી. પરંતુ ઉત્પાદનમાં વધારો જોવા મળતા ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે ત્યારે ખેતીમાં થઈ રહેલી મોંઘવારીના કારણે ખખેડૂતોને ખર્ચ અને આવકના બે છેડા ભેગા થવા પણ મુશ્કેલ બની રહ્યા છે.
બટાકામાં ખર્ચ પ્રમાણે આ ભાવ પોસાય તેમ નથી: ખેડૂત આ અંગે ખેડૂતે જણાવ્યું કે, બટાકાની ખેતી અત્યંત ખર્ચાળ છે. જેમાં આ વર્ષે બિયારણ અને ખાતરના ભાવ વધુ હોવા છતાં સારા ભાવની આશાએ વાવેતર કર્યું છે. પરંતુ હાલના ભાવ ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતા છે પ્રતિ ૨૦ કિલોએ ૧૫૦ આસપાસ છે. જે તળિયાના ભાવની નજીક છે. જો ઓછામાં ઓછા ૩૦૦ રૂપિયાનો ભાવ મળે તો જ ખેડૂતોને પોષાય તેમ છે..