ભાજપે બિહાર ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં 71 ઉમેદવારોનો સમાવેશ થાય છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, તારકિશોર પ્રસાદ, રેણુ દેવી, પ્રેમ કુમાર, મંગલ પાંડે, કૃષ્ણ કુમાર ઋષિ અને રામ નારાયણ મંડલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રવિવારે NDA એ પોતાની બેઠકોની વહેંચણીની જાહેરાત કરી. ભાજપ અને JDU ને સમાન સંખ્યામાં ૧૦૧ બેઠકો ફાળવવામાં આવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને ૨૯ બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (ધર્મનિરપેક્ષ) અને ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચાને છ-છ બેઠકો ફાળવવામાં આવી છે.

