માટીના માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટલાનું પાણી ગળાના ઇન્ફેક્શનથી બચાવે છે. જ્યારે માટીના માટલામાં પાણી ભરવામાં આવે છે, ત્યારે પાણીમાં માટીના કેટલાક મહત્વપૂર્ણ તત્વો ભળતા રહે છે. માટીમાં રહેલા સૂક્ષ્મ ક્ષાર, કેલ્શિયમ અને અન્ય શ્રેષ્ઠ એલિમેન્ટ્સ સતત પાણીમાં ભળ્યા કરે છે, જે આપણા શરીરને મળતા રહે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પાણીનું વધુ સેવન કરતા હોય છે. વર્ષો પહેલા લોકો ઉનાળામાં માટીના માટલાનું પાણી પીતા હતા, પરંતુ આજે આ પરંપરા ભુલાઈ ગઈ છે. આધુનિક યુગમાં લોકો ફ્રિજ અને આરો જેવા મશીનોના પાણીનું વધુ સેવન કરી રહ્યા છે. પણ શું આપણે જાણીએ છીએ કે માટીના માટલાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?
વર્ષો પહેલાં લોકો માટીના વાસણોમાં ભોજન બનાવવાનું, જમવાનું, પાણી પીવા સહિતના તમામ કાર્યો માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. આ કારણે તેમના શરીરમાં કોઈપણ પ્રકારની બીમારીઓ ઓછી જોવા મળતી હતી. પરંતુ આજના આધુનિક યુગમાં આ પરંપરા ભુલાઈ ગઈ છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે.