હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ મામલો; સાઇબર ક્રાઇમએ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીઓ પકડી પાડ્યા

હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ મામલો; સાઇબર ક્રાઇમએ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીઓ પકડી પાડ્યા

રાજકોટ શહેરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના બહાને આપત્તિજનક આવેલા સીસીટીવી ફૂટેજ વેચવાના આરોપમાં સાઇબર ક્રાઇમ ડીસીપી ડો.લવિનાં સિંહાને માહિતી મળતા અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ ત્રણેય આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી હતી. જેમાંથી 19 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપી ઝડપાયો હતો. કુલ ત્રણ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે તેઓ આ પ્રકારના દ્રશ્યો લોકો પાસેથી મોટી રકમ લઈ વેચતા હતા. જ્યારે રાજકોટની પાયલ હોસ્પિટલ માંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ લઈ આવવામાં આવ્યા છે અને કોર્ટમાં રજૂ કરાયા હતા.

મહાકુંભમાં મહિલાઓના ફોટા લીધા હોવાની શંકા; પોલીસનાં સુત્રો મુજબ આજે ત્રણેય આરોપીઓને સાઇબર ક્રાઇમની ટીમ અમદાવાદ લઈ આવી છે. કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. હાલ તો સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા એક યૂટ્યૂબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એક ચેનલને આરોપી પ્રયાગરાજથી ઓપરેટ કરતો હતો. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. તેમાં કોઈ મહિલા સ્નાન કરતા આપત્તિજનક ફોટો વીડિયો ક્લિપ થયાની શંકાના આધારે પણ સાયબર ક્રાઇમ આરોપીઓની આખરી પૂછપરછ કરશે. હાલ આરોપીઓના ફોન સાઇબર ક્રાઇમ એ કબજે કરી લીધા છે. અને તેના ડીલીટ થયેલો ડેટા પણ ભેગો કરવામાં આવશે.

ગૃહમંત્રીએ સાયબર ડીસીપીને અભિનંદન આપ્યા; રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ચર્ચા સમયે અમદાવાદ સાઇબર ક્રાઇમ ડીસીપી ડો. લવીના સિંહાને આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું રાજ્યની મહિલા આઈપીએસ દ્વારા 3000 કિલોમીટર દૂરથી આરોપીઓ પકડી લેવામાં આવ્યા છે. સાયબર ટેલરિઝમ પર રોક લગાવનારી પહેલી મહિલા આઇપીએસ લવિંના સિંહા છે આ મહિલા આઇપીએસને અભિનંદન આપું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *