મહેસાણાની 42 ગ્રામ પંચાયતોનો 100% વેરો વસુલ કરનાર તલાટીઓનું સન્માન

મહેસાણાની 42 ગ્રામ પંચાયતોનો 100% વેરો વસુલ કરનાર તલાટીઓનું સન્માન

મહેસાણા તાલુકા પંચાયત ખાતે આયોજિત તલાટી કમ મંત્રીઓની મીટીંગમા 101 ગામ પંચાયત પૈકી 42 પંચાયતોએ જમીન મહેસુલ વેરા વસૂલાત તથા પંચાયત વેરા વસુલાતની 100 ટકા ઉપર કામગીરી પૂર્ણ કરવા બદલ 42 ગ્રામ પંચાયતોના તલાટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેસાણા તાલુકા વિકાસ અધિકારી અને નાયબ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. મહેસાણા તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં તલાટી કમ મંત્રીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા તાલુકાના 101 ગ્રામ પંચાયતમાંથી 42 ગ્રામ પંચાયતોએ જમીન મહેસુલ વેરા વસુલાત અને પંચાયત વેરા વસૂલાતની સો ટકાથી વધુ કામગીરી કરી હોવાનું રચાયું હતું. પંચાયતોએ કરેલી સંતોષકારક કામગીરી બદલ 42 ગામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ ચૌધરી અને નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ એન ભટ્ટ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યુ હતું. તેમજ તમામ તલાટી કમ મંત્રીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *