રખડતાં ઢોરની અડફેટે આવી જતાં વકીલ ઇજાગ્રસ્ત થયા

પાટણ : પાટણ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા પણ રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હોય અવારનવાર આવા રખડતા ઢોરો માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટમાં લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા હોવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે.
મંગળવારે પાટણ ડિÂસ્ટ્રક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા અંગિરસભાઈ વોરા સાંજના સુમારે કોર્ટમાંથી પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે સુભાષ ચોક નજીક બે આખલાઓ લડતા તેઓની અડફેટમાં આવી જતા બાઈક પરથી રોડ પર  પટકાયા હતા જેના કારણે તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પાટણની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જયા ફરજ પરના તબીબો દ્વારા તેઓની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત બનેલા સરકારી વકીલ ના ધર્મપત્નીએ રખડતા ઢોરોના માલિક અને નગરપાલિકા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય વધી રહ્યો હોય શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા પાલિકા દ્વારા ઢોલ ડબ્બાની ઝુંબેશ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.