ડીસાના ગોળીયા ગામે પ્રેમલગ્ન કરનાર યુગલ પર યુવતીના સમાજના લોકોનો હુમલો, 5 ઘાયલ

ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામ ખાતે પ્રેમ લગ્ન કરીને રહેતા પતિ-પત્ની સહિત પરિવાર પર બે ગાડીમાં આવેલા સાત શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આસપાસથી લોકો ભેગા થતાં એક ગાડી મૂકી બીજી ગાડી લઈ તમામ લોકો નાસી છૂટ્યા હતા. પરિણીતાએ સાત શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
 
ડીસા તાલુકાના રમૂણ ગામ ખાતે રહેતા મંજુબેન ચૌધરીને વાસણા ગામ ખાતે રહેતા પ્રશાંતભાઈ રમેશભાઈ માળી ( સુંદેશા) સાથે પ્રેમ થતાં 30 એપ્રિલ 2019 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ પરિણીતા તેના સાસરે વાસણા ગોળીયા ગામે રહેતા હતા. ગત ગુરૂવારે પરિણીતા તેના સાસરિયા સાથે ઘરે હતા. સ્વિફ્ટ ગાડી નં.જીજે 04 સીએ 1110 તથા મહિન્દ્રા કેમ્પર ગાડીમાં સાત માણસો લાકડી તથા પાઇપો લઈ આવ્યા હતા. બાદમાં પરિણીતા પાસે આવી તેને જબરજસ્તીથી ખેંચી ગાડીમાં બેસાડવા પ્રયત્ન કર્યો હતો. જેથી પરિણીતાએ બૂમાબૂમ કરતા તેના પતિ સાસુ અને સસરા દોડી આવ્યા હતા.
 
ગાડીમાં આવેલા શખ્સોએ લાકડી પાઇપ વડે મૂઢ માર મારતા તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ હોબાળો સાંભળી પરિણીતાના કૌટુંબિક કાકા સસરા, જેઠ દોડી આવી ઝઘડો છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે આ હંગામો વધતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જેથી તમામ શખ્સો સ્વિફ્ટ ગાડી મૂકી મહિન્દ્રા ગાડીમાં બેસી જતા રહ્યા હતા. જેથી મંજુબેન સુંદેશાએ સાત શખ્સો વિરુદ્ધ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. તમામ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
 
-------- કોના કોના વિરુધ નોધાઇ ફરિયાદ --------  
 
૧.સંજયકુમાર નાગજીજી ચોધરી,રહે.ડેરા,તા.લાખણી
 
૨.રમેશભાઈ જોધાજી ચોધરી,રહે.રમુણ,તા.ડીસા
 
૩.ચેલાજી અજાજી ચોધરી,રહે.રમુણ,તા.ડીસા
 
૪.અન્ય ચાર ઇસમો.રહે.રમુણ,તા.ડીસા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.