02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાં નશાખોર કાર ચાલકે ચાર રાહદારીઓને અડફેટે લીધા : મહિલાની હાલત ગંભીર

મહેસાણામાં નશાખોર કાર ચાલકે ચાર રાહદારીઓને અડફેટે લીધા : મહિલાની હાલત ગંભીર   23/08/2019

મહેસાણા શહેરના ભમ્મરિયા નાળા પાસે એક દારૂ પીધેલા કારચાલકે ચાર રાહદારીઓને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.આ અંગેની વિગત મુજબ શહેરના કસ્બા વિસ્તારમાંથી દારૂના ચિક્કાર નશામાં નિકળેલા કાર ચાલકે રસ્તામાં ચાલતા જતા 4 રાહદારીને ટક્કર મારી હતી. જોકે, કાર રોકાઈ જતાં વધુ નુકસાન ટળ્યું હતું. લોકોએ દારૂડિયા કાર ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

Tags :